ઈરાન-અમેરિકા તણાવની અસર, સતત ચોથા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજના રેટ
ઈરાન અને અમેરિકા યુદ્ધના કગારે પહોંચી ગયા છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા ભયંકર તણાવની અસર હવે ક્રુડ ઓઈલના ભાવો પર પડી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત ચોથા દિવસ પણ વધ્યાં. દેશની રાજધાની દિલ્હીમાં ચાર દિવસોમાં પેટ્રોલ 40 પૈસા અને ડીઝલ 55 પૈસા મોંઘુ થયું.
Trending Photos
નવી દિલ્હી: ઈરાન અને અમેરિકા યુદ્ધના કગારે પહોંચી ગયા છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા ભયંકર તણાવની અસર હવે ક્રુડ ઓઈલના ભાવો પર પડી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત ચોથા દિવસ પણ વધ્યાં. દેશની રાજધાની દિલ્હીમાં ચાર દિવસોમાં પેટ્રોલ 40 પૈસા અને ડીઝલ 55 પૈસા મોંઘુ થયું.
આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલમાં આવેલી તેજી બાદ હાલ પેટ્રોલ અને ડીઝલની વધતા ભાવમાં રાહત મળે તેવી સંભાવના જોવા મળી રહી નથી. ઓઈલ કંપનીોએ આજે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવમાં નવ પૈસાનો વધારો કર્યો. જ્યારે ડીઝલ દિલ્હી, ચેન્નાઈ અને કોલકાતામાં 11 પૈસા જ્યારે મુંબઈમાં 12 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ વધીને ક્રમશ: 75.54 રૂપિયા, 78.13 રૂપિયા, 81.13 રૂપિયા અને 78.48 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. આ બાજુ ચારેય મહાનગરોમાં ડીઝલનો ભાવ વધીને ક્રમશ 68.51 રૂપિયા, 70.87 રૂપિયા, 71.84 રૂપિયા અને 72.39 રૂપિયા પ્રતિ લીટર થયો છે.
જુઓ LIVE TV
આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઈન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ એટલે કે આઈસીઈ પર બેન્ટ ક્રૂડનો માર્ચ ડિલીવરી રેશિયો શુક્રવારના રોજ ગત સત્રની સરખામણીએ 3.64 ટકા તેજી સાથે 68.66 ડોલર પ્રત્યે બેરલ પર બંધ થયો. આ બાજુ ન્યૂયોર્ક મર્કેન્ટાઈલ એક્સચેન્જ એટલે કે નાયમેક્સ પર ડબલ્યુટીઆઈનો ફેબ્રુઆરી રેશિયો 3.02 ટકા તેજી સાથે 63.03 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલનો ભાવ સાડા ત્રણ મહિનાના ઊંચા સ્તરે પહોંચ્યો છે. અમેરિકા, અને ઈરાન વચ્ચે ફરી તણાવના કારણે ખાડી ક્ષેત્રમાં સૈન્ય તણાવ વધ્યો છે. જેનાથી ક્રૂડ ઓઈલની આપૂર્તિ પ્રભાવિત થવાની આશંકાઓ વચ્ચે કિંમતોમાં તેજી જળવાઈ રહેવાની સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે